હિંમત તો છે જેના હાથમાં, છે સફળતા તો એના સાથમાં
ધીરજ તો છે જેના હાથમાં, છે યશ તો એના સાથમાં
સત્ય તો છે જેના હાથમાં, છે કલ્યાણ તો એના સાથમાં
વિચાર તો છે જેના હાથમાં, છે જગ તો એના સાથમાં
વીરતા તો છે જેના હાથમાં, છે જીત તો એના સાથમાં
મન તો છે જેના હાથમાં, છે મુક્તિ તો એના સાથમાં
શ્રદ્ધા તો છે જેના હાથમાં, છે પ્રભુ તો એના પાસમાં
પ્રેમ તો છે જેના હાથમાં, છે જગ તો એના પાસમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)