આ વિશ્વરચનામાં, રાખી છે કર્તાએ સહુની સરખી ભાગીદારી
રાખ્યા મસ્ત સહુને સહુની મસ્તીમાં, પડશે નિભાવવી સહુએ જવાબદારી
નથી કોઈ નાના કે મોટા, છે એને તો સહુએ રે સરખા
જાણે છે એ તો સહુને, પૂછ્યા નથી કદી કોઈને એણે પત્તાં
મૂક્યો જીવ સહુમાં તો સરખો, દેખાયે ભલે એ નાનો કે મોટો
કરવી પડશે અદા તો સહુએ, સોંપાઈ છે જેવી જેને જવાબદારી
નાના-મોટા રહ્યા સહુએ બંધાયા, દોર ના એના તો દેખાયા
મજબૂત રહ્યા છે એવા બંધાઈ, ગયા ભૂલી એની જવાબદારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)