આંખનાં આંસુ લૂછનારા, મળશે જીવનમાં તો ઘણા
તારા વિના રે માડી, મારા હૈયાનાં આંસુ લૂછશે રે બીજું કોણ
દુઃખ હૈયાનાં નજરમાં ના આવશે તો જલદી
તારા વિના રે માડી, મારા હૈયાનાં દુઃખ નજરમાં લાવશે રે બીજું કોણ
લુખી સાંત્વના તો મળશે રે જીવનમાં ઘણી
તારા વિના રે માડી, સાચી સાંત્વના દેશે જગમાં રે બીજું કોણ
ઘા પર ઘા, પડતા રહે હૈયે, જીવનમાં તો ઘણા
તારા વિના રે માડી, રૂઝવશે જગમાં એને રે બીજું કોણ
તૂટતી રહે હિંમત તો જીવનમાં ઘડીએ ઘડી
તારા વિના રે માડી, સાચી હિંમત જીવનમાં દેશે રે બીજું કોણ
રહીએ ભટકતા, રહીએ મૂંઝાતા, ઘડીએ-ઘડીએ તો જીવનમાં
તારા વિના રે માડી, એમાંથી ઉગારશે જીવનમાં રે બીજું કોણ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)