ભાવના ઊભરા તો હૈયે ઊઠતા જાય (2)
ક્યારેક ચડે એવા રે ઉપર, ક્યારેક તો નીચે પછડાતા જાય
ઉપર ઊઠતાં, લેજે જાતને સંભાળી, જોજે ખોટા ના જાગી જાય
અથડાતા તો નીચે, જોજે તારું હૈયું ના એ તોડી જાય
ક્યારેક જાગશે એવા એ તો, પસ્તાવો ઊભો કરાવી જાય
ધ્યેય વિનાના ભાવો, સ્થાન વિનાના ભાવો, શું નું શું કરી જાય
સાચા કે ખોટા ઉત્પન્ન થયા છે તુજમાં, કદી નવાઈ પમાડી જાય
જોજે લોભ-લાલચનું મિશ્રણ, ના એમાં તો થાતું જાય
વિકારોના ભાવો પર રાખજે નિયંત્રણ, જોજે ઉપર ઊઠતા ન જાય
જાગે જો પ્રભુ કાજે ભાવો, ધરી એના ચરણે, ધન્ય બની જવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)