છૂપા-છૂપા ઘા તો, કદી-કદી વાગે છે, રે વાગે છે
જીવનમાં ના એ તો દેખાય છે, રે ના એ તો દેખાય છે
દેખાતા ઘાની મલમપટ્ટી તો જલદી થાય છે, રે જલદી થાય છે
છૂપા એ ઘાની, કરવી મલમપટ્ટી, ના એ સમજાય છે, ના એ સમજાય છે
ઘા ઉપરના રુઝાતા, એ દેખાઈ જાય છે, એ તો દેખાઈ જાય છે
છૂપા ઘા ના રુઝાએ જલદી, રુઝાશે ક્યારે ના સમજાય છે
કોઈ ઘા ઉપરછલ્લા, કોઈ ઊંડા, કેવા પડે ના એ તો સમજાય છે
જેવા ઘા એવી દવા, જગતમાં દવા તો એમ થાતી જાય છે
દીધા ઘા પ્રભુ તેં તો એવા, ના તારા વિના એ તો રુઝાય છે
કરજે દવા તું જ એની, ઘા તો તારા ને તારા જ કહેવાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)