લીધો આશરો, જૂઠનો તો જ્યાં જીવનમાં
ખોયું સત્ત્વ જીવનનું, ગયો બહેકી તો જ્યાં એમાં
ઝૂકી ગઈ નજર તો શરમથી, કરવો પડ્યો સામનો સત્યનો જ્યાં
ના હતી હિંમત કરવા સામનો સત્યનો, લેવાઈ ગયો આશરો તો જૂઠનો
કરી ના શક્યો અવહેલના ક્ષણિક લાભની, લેવાઈ ગયો આશરો તો જૂઠનો
કદી અણસમજમાં, કદી તો ગેરસમજમાં, લેવાઈ ગયો આશરો તો જૂઠનો
ખોલી નાખ્યાં દ્વાર એણે પતનનાં, લેવાઈ ગયો આશરો જ્યાં જૂઠનો
આદત ના હતી, આદત બનતી ગઈ, લેવાઈ ગયો આશરો જ્યાં જૂઠનો
ડર લાગ્યો હૈયે, પકડાશે જૂઠા જ્યાં, લેવાઈ ગયો આશરો જ્યાં જૂઠનો
રસ્તા તો બદલાતા ગયા, બદલાતા રહ્યા, લેવાઈ ગયો આશરો જ્યાં જૂઠનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)