થઈ છે શરૂ કહાની, યાત્રાની તો જગમાં, જગમાં ખતમ એને થાવા દો
થઈ કેમ શરૂ, થાશે ખતમ તો ક્યાં, સમજ થોડી એની તો જાગવા દો
આવી જગમાં, લીધો પકડી દોર માયાનો, દોર હવે એનો તો છોડવા દો
છે આ કહાની જગમાં તો સહુની, બદલી થોડી એમાં કરવા દો
થઈ યાત્રા શરૂ તો જ્યાં, જલદી-જલદી પૂરી એને તો થાવા દો
મુકામ વચ્ચે મળશે ના મળશે, યાત્રા ચાલુ ને ચાલુ તો રહેવા દો
કરીને મુકામ જેટલા તો ઝાઝા, સમય એમાં ના વેડફવા દો
થઈ છે શરૂ ભલે તો આ જગમાં, પ્રભુમાં પૂરી તો એને થાવા દો
જોતો ના તું દિન-રાત તો એમાં, લક્ષ્ય તારું લક્ષ્ય પર રહેવા દો
મક્કમતાથી ભરીને રે ડગલાં, મક્કમતાથી તો પહોંચવા દો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)