સંગ્રામ છે તારો, તુજ લડવાનો, કર નિર્ધાર પાછો નથી હટવાનો
છે શત્રુઓ છૂપા, બળમાં છે પૂરા, કર નિર્ધાર સામનો એનો કરવાનો
નિર્ધારે રહેજે આગળ વધતો, કર નિર્ધાર નથી તો તું થાકવાનો
કાં જીત છે એની, કાં જીત છે તારી, કર નિર્ધાર એમાં તો જીતવાનો
મળશે સાથ એને જલદી, હિંમતે જાજે ના તૂટી, કર નિર્ધાર સામનો કરવાનો
પડી છે શક્તિ તુજમાં, જગાડ એને, કર નિર્ધાર એને તો જગાડવાનો
નથી તું એકલો, છે સાથ પ્રભુનો, કર નિર્ધાર એના વિશ્વાસે રહેવાનો
થાય હુમલો એકનો કે ભેગો, કર નિર્ધાર પાછો નથી હટવાનો
ચાલશે સંગ્રામ ક્યાં સુધી, નથી ખબર, કર નિર્ધાર જીત મેળવવાનો
હશે શત્રુ ભલે ઘણા, છે પ્રભુ સાથે, કર નિર્ધાર નથી હટવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)