છે તેજ પ્રભુનું આ તો કેવું, ના દેખાયો, રહે પ્રકાશ તોય દેતો
રાહ નથી કોઈ એક એવી, માનવ તોય રાહે-રાહે રહે તો ચાલતો
નજર પડે જ્યાં રાહ બીજી પર, રાહ પોતાની એ તો ચૂકવાનો
ચાલ્યો કેટલું, પડશે ચાલવું કેટલું, તાળો નથી એનો મળવાનો
થશે ક્યાં પૂરા ને કેવી રીતે, છોડ યત્ન આ સમજવાનો
કર્યું છે શરૂ ચાલવાનું, નિર્ધાર છે સાચો, સાથ જરૂર પ્રભુનો મળવાનો
બાંધી જે રાખે છે એ બંધન તારાં, કર પ્રયાસ એને તો તોડવાનો
ચલાવે જગ આ સારું, એના જેવી બુદ્ધિનો જોટો નથી જડવાનો
છે વ્યવસ્થા તો એવી એની, સમજનાર તો એને સમજવાનો
છે કૃપાળુ ને દયાળુ એવા, વંચિત નથી કોઈને એ રાખવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)