શું દિન કે શું રાત, થાતોને થાતો રહેશે, સમય જગમાં આમ તો પસાર
ઊગી ગઈ છે જ્યાં તારી રે આજ, રાહ ના જો તું કરવામાં, શું સાંજ કે શું સવાર
જીવનમાં મળશે ના સમય કાંઈ ઉધાર, બન્યો નથી જગમાં સમય તો કાંઈ એવો ઉદાર
રહ્યાં જગમાં જે જે સમયની સાથ, રહ્યું જીવન જગમાં તો એનું, એનું સદા બહાર
માંડજે કામિયાબીનો તો તું હિસાબ, થવા દીધો સમય ખોટો કેટલો એમાં પસાર
વેડફતો ને વેડફતો રહ્યો છે જગમાં તું, રહ્યો છે વેડફતો જીવનમાં તું સમયની ધાર
છે પરિસ્થિતિ સમયની તો જ્યાં આવી, રહી સમયમાં તારી જાતને તો તું સુધાર
ચૂક્તો ને ચૂક્તો રહ્યો છે જીવનમાં તું ઘણું ઘણું, ચૂક્તો રહ્યો છે તું તો અનેકવાર
કરવાનું છે સમયમાં રહીને સમયની સાથ, સમજીને જીવનમાં ગતિ તારી તું વધાર
મળ્યો છે જગમાં સમય તને તો જે, ચૂકતો ના તું કરવા પ્રભુના તો દીદાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)