ત્યજી ના દેશો, મને રે પ્રભુ, ભૂલો મારી જો થાયે
પડી ગઈ છે આદત તો એવી, ભૂલો ને ભૂલો થાતી જાયે
કદી અહંમાં ડૂબી, કદી મદના કેફમાં રહી, ભૂલો થઈ જાયે
છે આ મજબૂરી મારી, રાખજે ધ્યાનમાં તારી, તું ભૂલો વિસારી જાજે
લોભ-લાલચમાં તણાઈ, ભૂલો તો ઘણી થઈ જાયે
નથી અજાણ્યું આ તુજથી, ભૂલો મારી તો વિસારી દેજે
અજ્ઞાન તિમિરે, જઈને ભટકી, પરંપરા ભૂલોની થઈ જાયે
જ્ઞાનસ્વરૂપ છે તું તો પ્રભુ, આ તો તું સમજી લેજે
વિકારો મારા રહ્યા સદા જાગતા, રહ્યા ભૂલો કરાવતા મને
પ્રેક્ષક બનીને પ્રભુ, જોતો ના રહેતો, હવે તો તું એને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)