ના, સપનાની દુનિયામાં, સરી જાજે રે તું
દગા વિના બીજું નથી કાંઈ તો એ દેતું
રહીશ ડૂબ્યો ને ડૂબ્યો એમાં સદાય જો તું
ચૂકીશ વ્યવહાર તારા, હણીશ શક્તિ તારી સદાય તું
સપનાની ચીજ ના કામ આવે, ખોટી ઝંખના જગાવશે તું
ઝંખી-ઝંખી ઝંખના જગાવી, નિરાશ થાશે રે તું
તૂટ્યા જ્યાં સપનાં, તૂટી એ સૃષ્ટિ, અનુભવશે આ તું
ના કાંઈ આવશે હાથમાં, દયાપાત્ર બનીશ રે તું
સપનાના દેવ રહેશે સપનામાં, સૃષ્ટિમાં આગમન કરજે એનું
અનુભવ્યું આંખે જે સપનામાં, કરી દેજે બહાર એને ઊભું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)