છે શક્તિ ભરી તો તુજમાં, જેની તને તો જાણ નથી
મુસીબતો આવે તો જીવનમાં, ગભરાવાનું કોઈ કામ નથી
ચાહે ના ચાહે, પડશે કરવો સામનો, ભાગવામાં શાન નથી
ઈરાદા નડે છે તને તો તારા, પ્રભુના સાથમાં સંદેહ નથી
નિર્મળતા ભરી દે તું હૈયામાં, વેરને કોઈ ત્યાં સ્થાન નથી
છે સર્વ કોઈ તો પ્રભુના, પ્રભુના પ્રેમની તો કોઈ બહાર નથી
અંશેઅંશ છે તારો પ્રભુનો, એની શક્તિ વિના કોઈ માનવ નથી
છે શક્તિ સ્રોત ભર્યા તો અનેક, શક્તિની એમાં કમી નથી
વેડફતો ના શક્તિ તારી, પડશે જરૂર ક્યારે ખબર નથી
જગાડ તારી શક્તિને, સૂતી રાખવામાં કોઈ સાર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)