લાગે છે જીવનમાં સહુને કદી, વાત પૂરી એમની તો કોઈ સાંભળતું નથી
કરે છે વાત જ્યાં હૈયાની પ્રભુની પાસ, લાગે છે પ્રભુ ભી પૂરું સાંભળતો નથી
લાગે છે જીવનમાં મા-બાપને ઘણી વાર, સંતાનો પૂરું એમનું સાંભળતાં નથી
ફરિયાદ રહે છે શિક્ષકોની દિલમાં, વિદ્યાર્થીઓ પૂરું એમને સાંભળતા નથી
પ્રવચનકારોને લાગે છે કદી હૈયામાં, શ્રોતાઓ પૂરું એમને સાંભળતા નથી
ભજનિકોને હૈયે કદી વસી જાય છે, ભજન પૂરું એમનું સાંભળતા નથી
પતિ-પત્નીને ભી લાગે છે જીવનમાં, પૂરું મને એણે સાંભળ્યું નથી
બાળકોને લાગે છે દિલમાં કંઈક વાર, મોટાઓ પૂરું એમને સાંભળતા નથી
નેતાઓ પણ દિલમાં છુપાવે છે આ વાત, કોઈ પૂરું એમને સાંભળતું નથી
સહુને લાગે છે હૈયામાં આ વાત, પણ ખુદ ભી કોઈને પૂરું સાંભળતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)