તકેદારી રાખે છે સહુ તો જીવનમાં, સહુ એને સારો ગણે, સારો કહે
વર્તન અનુરૂપ એના, રહેતું નથી સદા, વર્તનથી તો ગણતરીઓ થાય છે
ભક્તિભાવ વિના, ના ભક્ત ગણે, હશે પ્રભુ ભી તો એમાં બાકાત
જેવા ગણાવું હોય જો જગમાં, કરો રે ઊભી એની તો લાયકાત
કેળવે છે દંભ તો ઘણા જીવનમાં, અંતે દંભ તો પકડાઈ જાય
સાચું નથી એ તો, સાચું નથી રહેવાનું, ચિરાય અંચળો તો જ્યાં
લાભ ના મળશે સાચો તો ખોટાથી, એક ખોટું બીજું ઊભું કરી જાય
સાંકળ એની તો રહેશે ચાલુ, જો વચ્ચેથી ના એ તોડી શકાય
ખોટું છુપાઈ ક્યાં સુધી રહેશે, એક દિવસ તો બહાર એ આવી જાય
માનો પ્રભુને કે ના માનો, છે પ્રભુ તો સત્ય, ના એ તો બદલાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)