છો સૂર્ય તમે તો પ્રભુ અમારા, છીએ ચંદ્ર અમે તો તમારા
દેખાય છે જે તેજ તો અમારાં, છે એ તો તમારાં ને તમારાં
છો સાગર તો તમે પ્રભુ રે અમારા, છીએ મોજાં અમે તો તમારાં
ઊછળી-ઊછળી મોજ માણી, શમાઈ જવાના અમે તો તમારામાં
છો તમે તો માટી રે અમારી પ્રભુ, છીએ અમે ઘાટ તો તમારા
માણી મોજ અસ્તિત્વની, ભળશું પાછા તમારામાં ને તમારામાં
છો તમે તો પ્રભુ વાડી રે અમારી, છીએ મહેકતાં ફૂલ તો તમારાં
બન્યા અમે હાર તો તમારા, ગૂંથાયા છીએ દોરાથી તો તમારા
છો પ્રભુ તમે તો મા-બાપ અમારા, છીએ અમે તો સંતાન તમારા
છો સર્વવ્યાપક તમે તો પ્રભુ, છીએ અમે તો અંશ તમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)