એકમાં જ્યાં લીન થાતાં, બીજું બધું ત્યાં તો વીસરાય છે
કાંટાથી તો કાંટો કઢાય છે, યાદથી યાદને તો ભૂંસી નખાય છે
વ્યવહારમાં લીન બની ગૂંથાયા જ્યાં, પ્રભુ ત્યાં તો વીસરાય છે
બન્યા લીન જેવા જેમાં, સદા યાદ એ તો આવી જાય છે
લીન બન્યા જેવા જેમાં, એક તો લાગે, બીજું ત્યાં મટી જાય છે
ચિંતામાં તો લીન જ્યાં બન્યા, ચિંતા તો માથે ચડી જાય છે
જોડલાં તો છે જગમાં ઝાઝાં, કરતા એકને યાદ, બીજું અટકી જાય છે
ભૂલી બીજું, કર્યું યાદ ઝાઝું જે-જે, હાથમાં એ તો રહી જાય છે
છે પ્રભુ તો સાચા, લીન એમાં બનતાં, પ્રભુમય થઈ જવાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)