તું સાંભળે કે ના સાંભળે રે પ્રભુ, કરવી છે મારે મારી વાત
તું માને કે ના માને રે પ્રભુ, છે આ મારી ને મારી જ વાત
આવ્યો આ જગમાં કાંઈ ન જાણું, હતો અબુધ અને અજ્ઞાન
આપી બુદ્ધિ એવી તેં કેવી, જાણ્યું ઘણું, પણ ગયો ભૂલી તને ભગવાન
રહ્યો જ્ઞાન મેળવતો જગમાં, ભરતો રહ્યો હૈયે એનું અભિમાન
ખેવના તો હૈયેથી ના હટી, મળતું રહે મને તો ખૂબ માન
જોયું ને લાગ્યું જ્યાં સાચું, કદર ના કરી, કર્યું ના સન્માન
ઘૂમી-ઘૂમી તો ખૂબ માયામાં, ખોયું બધું સાચું મેં તો ભાન
મળ્યા ને લાગ્યા ફટકા જીવનમાં ઘણા, આવી ના તોય સાન
મોકલ્યો ઘણી આશાએ મને તેં જગમાં, બન્યો ના હું સાચો ઇન્સાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)