છે શાસ્ત્રોમાં તો ભર્યું-ભર્યું બધું, સમજ્યા એમાં તમે તો કેટલું
વિદ્વાનોએ ને આચાર્યોએ સમજાવ્યું ઘણું-ઘણું, કર્યું ગ્રહણ એમાંથી કેટલું
પ્રવચનો ને ભજનોમાં કહેવાયું છે ઘણું, આચરણમાં ઉતાર્યું તમે તો કેટલું
વસાવી પુસ્તકો કે નજર ફેરવી, જગમાં વિદ્વાન નથી કોઈ કાંઈ બન્યું
પીરસ્યાં પકવાન ભાણામાં, જોઈ-જોઈ એને, રહેશે તો ભૂખ્યું ને ભૂખ્યું
ગ્રહણ કર્યા વિના, જગમાં ભૂખ નથી કાંઈ એ સંતોષી શકતું
વિચારો ને વિચારોના મહેલ જો જીવનમાં ખાલી રચ્યા તો કરશું
ના મહેલ એ તો કામ આવશે, ના એમાં તો કાંઈ રહી શકશું
પ્રભુ નામનું રટણ તો કર્યાં કરશું, જો ના ભાવ એમાં તો ભરશું
રટતાં-રટતાં સમય તો વિતાવશું, દૂરી એની ના દૂર કરી શકશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)