જીવનમાં સહુને હા પાડનાર ગમ્યા છે, કોના હૈયામાં ના પાડનાર વસ્યા છે
હા સાંભળવાની ઇંતેજારી સહુને હૈયે વસી છે, ના સાંભળવાને હૈયું કોનું તૈયાર છે
હા સાંભળવાની આશા હટી જ્યાં હૈયે, ના ત્યાંથી તો જ્યાં સંભળાય છે
કોઈ હસતા હસતા પાડશે હા, કોઈ મોઢું ચડાવીને જીવનમાં તો હા પાડે છે
જ્યાં હા વસે છે ત્યાં ના નો તો ના પ્રવેશ છે, બંને સાથે તો ના રહે છે
કંઈક તો ના, ના કહીને તો હા કહે છે, ના કાંઈ સ્પષ્ટ હા એ વ્યક્ત કરે છે
હા ને ના ના ઝઘડા ચાલતા રહે છે, જીવનમાં એ તો ચાલ્યા ને ચાલ્યા કરે છે
કોણ જીત્યું, કોણ હાર્યું વર્ચસ્વ જીવનમાં સદા એમાં તો વર્તાય છે
કદી તો હા આશા જન્માવે છે, કદી તો ના નિરાશા તો જન્માવી જાય છે
સમજીવિચારીને હા કે ના પાડનાર, જીવનમાં ના એ તો પસ્તાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)