1997-09-26
1997-09-26
1997-09-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14996
આચરણ વિના, શાને શોધવા બેઠો છે, સંતોનાં ચરણોમાં રે શરણું
આચરણ વિના, શાને શોધવા બેઠો છે, સંતોનાં ચરણોમાં રે શરણું
હોય ભલે સંતોનું હૈયું તો ભાવભર્યું, ચલાવશે ના એ આચરણ ઢીલું
પામીશ શું તું સંતો પાસેથી, હશે હૈયું તારું જો કપટથી ભરેલું
કર્મો બાળશે જ્યાં પશ્ચાત્તાપના અગ્નિથી, આવકારશે ત્યારે તો સંતનું હૈયું
જાણકાર તો છે એ તારા અંતરના, બહાનું એની પાસે તો નથી ચાલવાનું
પરદુઃખે તો હૈયું જેનું દુઃખી તો થાતું, કપટભર્યું હૈયું દુઃખી એને કરવાનું
સુધરવું નથી જો જીવનમાં તારે, સંતનું શરણું જીવનમાં તો શાને લેવું
માગે ના સંત જગમાં ભલે કાંઈ બીજું, ચાહે તોય આચરણ તો એનું ચોખ્ખું
ભાવભર્યું તો છે આમંત્રણ તો સંતોનું, લાવજે પાસે એની ભાવભર્યું હૈયું
રાખે ના ભેદ તો સંતો કોઈમાં, લાવશે હૈયું જે જેવું, દેશે એને એવું
https://www.youtube.com/watch?v=lVM-dUCN7jw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આચરણ વિના, શાને શોધવા બેઠો છે, સંતોનાં ચરણોમાં રે શરણું
હોય ભલે સંતોનું હૈયું તો ભાવભર્યું, ચલાવશે ના એ આચરણ ઢીલું
પામીશ શું તું સંતો પાસેથી, હશે હૈયું તારું જો કપટથી ભરેલું
કર્મો બાળશે જ્યાં પશ્ચાત્તાપના અગ્નિથી, આવકારશે ત્યારે તો સંતનું હૈયું
જાણકાર તો છે એ તારા અંતરના, બહાનું એની પાસે તો નથી ચાલવાનું
પરદુઃખે તો હૈયું જેનું દુઃખી તો થાતું, કપટભર્યું હૈયું દુઃખી એને કરવાનું
સુધરવું નથી જો જીવનમાં તારે, સંતનું શરણું જીવનમાં તો શાને લેવું
માગે ના સંત જગમાં ભલે કાંઈ બીજું, ચાહે તોય આચરણ તો એનું ચોખ્ખું
ભાવભર્યું તો છે આમંત્રણ તો સંતોનું, લાવજે પાસે એની ભાવભર્યું હૈયું
રાખે ના ભેદ તો સંતો કોઈમાં, લાવશે હૈયું જે જેવું, દેશે એને એવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ācaraṇa vinā, śānē śōdhavā bēṭhō chē, saṁtōnāṁ caraṇōmāṁ rē śaraṇuṁ
hōya bhalē saṁtōnuṁ haiyuṁ tō bhāvabharyuṁ, calāvaśē nā ē ācaraṇa ḍhīluṁ
pāmīśa śuṁ tuṁ saṁtō pāsēthī, haśē haiyuṁ tāruṁ jō kapaṭathī bharēluṁ
karmō bālaśē jyāṁ paścāttāpanā agnithī, āvakāraśē tyārē tō saṁtanuṁ haiyuṁ
jāṇakāra tō chē ē tārā aṁtaranā, bahānuṁ ēnī pāsē tō nathī cālavānuṁ
paraduḥkhē tō haiyuṁ jēnuṁ duḥkhī tō thātuṁ, kapaṭabharyuṁ haiyuṁ duḥkhī ēnē karavānuṁ
sudharavuṁ nathī jō jīvanamāṁ tārē, saṁtanuṁ śaraṇuṁ jīvanamāṁ tō śānē lēvuṁ
māgē nā saṁta jagamāṁ bhalē kāṁī bījuṁ, cāhē tōya ācaraṇa tō ēnuṁ cōkhkhuṁ
bhāvabharyuṁ tō chē āmaṁtraṇa tō saṁtōnuṁ, lāvajē pāsē ēnī bhāvabharyuṁ haiyuṁ
rākhē nā bhēda tō saṁtō kōīmāṁ, lāvaśē haiyuṁ jē jēvuṁ, dēśē ēnē ēvuṁ
|