હશે જન્મોજનમના સંબંધો, ભરતી ઓટ એમાં તો આવશે
કોઈ એમાંથી તો વિરોધ તો કરશે, કોઈ તને સાથ તો દેશે
છે સંબંધો એ તો તારા ને તારા, તારે ને તારે નિભાવવા પડશે
છે જીવનની એ તો બાજી તારી, તારે ને તારે એ રમવી તો પડશે
મીઠાશ કે કડવાશ જાગશે જો એમાં, હસતા સહન એ તો કરવું પડશે
હશે વિધાતાનો પડદો એના ઉપર, ના જલદી એ તો ઉકેલાશે
કોઈ સંબંધો જીવનમાં અમૃત સીંચશે, કોઈ તો ઝેરના ઘૂંટડા પાશે
કોઈ વૈભવની દિશામાં દોરી જાશે, કોઈ પતનનાં પગથિયાં ઉતરાવશે
કોઈ અજાણતાં પ્રેમનાં દ્વાર ખોલશે, કોઈ દ્વાર પ્રેમનાં બંધ કરાવશે
કોઈ મજબૂત તાંતણાથી બંધાશે, કોઈ મજબૂત તાંતણાએ તોડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)