વિસ્મૃતિના પડદામાંથી આવવું છે બહાર, બહાર કેવી રીતે આવું પ્રભુ
નવી નવી સ્મૃતિઓની તો નીચે, વિસ્મૃતિઓએ તો પડયું છે દબાવું
વિધાતાનું તો દઈ દઈને તો નામ, પડયું છે વિસ્મૃતિએ, એની નીચે છુપાવું
હરેક સ્મૃતિઓ તો જઈ રહી છે વિસ્મૃતિમાં, ક્યાં સુધી તો આ ચાલવાનું
દઈ દે છે કદી સ્મૃતિઓનાં તો એંધાણ, અચરજમાં તો એ નાખી દેતું
સ્મૃતિઓના સાગરમાં તો નથી કાંઈ ન્હાવું, વિસ્મૃતિનું દેજે ત્યારે તો નજરાણું
સ્મૃતિઓ અને વિસ્મૃતિઓ વચ્ચે રહ્યું છે, જીવન એમાં તો અથડાતું
જાઉં ઘેરાઈ અણગમતી સ્મૃતિઓમાં, હૈયું ત્યારે તો વિસ્મૃતિ ચાહતું
દર્દે દર્દે જાય ચિરાઈ જ્યાં દિલ જીવનમાં, દિલ ત્યારે તો વિસ્મૃતિ ચાહતું
સ્મૃતિ અને વિસ્મૃતિઓમાં તો રહ્યું છે, જગમાં તો જીવન આગળ ધપતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)