જીવનમાં વરતાતી એ ઊણપોને, જીવનમાં કોઈક તો પૂરી કરશે
જીવનના એ આશાઓના તંતુઓને, જીવનમાં કોઈક તો જીવંત રાખશે
આશાઓ ને આશાઓની એ રમતને, જીવનમાં કોઈક તો જીવંત રાખશે
દીપ જલે છે આશાઓનો જે જીવનમાં, કોઈ તો તેલ એમાં તો પૂરશે
કરશે કોશિશો તોફાનો બુઝાવા એને, કોઈક તો એને બુઝાવવા ના દેશે
રાખવી છે એ જ્યોતને જલતી ને જલતી હૈયામાં, કોઈ મદદ એમાં તો કરશે
છે ગરમી શ્વાસોની આશાઓની, કોઈ જાળવવા એને મદદ એમાં તો કરશે
છે કોશિશો જલતી રાખવા તો એને, કોઈ મદદ એમાં તો કરશે
ઊણપો ને ઊણપો જો વધતી જાશે, જીવન જીવવું મુશ્કેલ એમાં તો બનશે
સુખી જીવન જીવવા તો જગમાં, જીવનમાં ઊણપો તો પૂરવી તો પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)