હોય ભલે સળિયા થોડા કે હોય ઝાઝા, જેલ એ તો જેલ રહેવાની
રૂંધશે ને રૂંધાશે મનડું તારું, રૂંધાશે મુક્તિ તારી જેલ એ તો જેલ રહેવાની
હશે ભલે હવા પાણી ઉજાસ બધું, છૂટછાટ નથી કાંઈ એમાં મળવાની
હશે ફરતો કે કાંઈ તું કરતો, રોકટોક એમાં તારી તો નિત્ય થવાની
ના હશે મુક્ત તું, સદા ઉપર તો, કોઈની કડક નજર તો રખાવાની
ના મુક્તપણે મળી શકશે કોઈને, હરેક પ્રવૃત્તિ પર તારી, નજર સતત રખાવાની
ફરી ફરી ફરશે ચાર દીવાલ વચ્ચે, તારી તો એ જ દુનિયા તો બનવાની
ખોરાક પામી મળશે તો તોલી તોલી ને, ના વધુ ખાવાની કાંઈ છૂટ મળવાની
બંધ જગત અને બંધ દ્વારો, જિંદગી એની વચ્ચે ને વચ્ચે બંધિયાર રહેવાની
હલનચલન શ્વાસની તે માનીશ જો મુક્તિ, જીવનમાં એવી મુક્તિને શું કરવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)