વાત એમાં તો વણસી જાશે, જીવન સૂરો જો ના ઝિલાશે - વાત...
વાત ના કાંઈ અભરાઈ પર ચડાવાશે, ના દૂર એનાથી ભગાશે - વાત...
સુખસંપત્તિ આશા, ના કાંઈ ફળશે, જીવનમાં નિરાશ ના થવાશે - વાત..
વાતનું તથ્ય જો ના સમજાશે, વાતમાં ગોટાળા ઊભા થાશે - વાત..
અસ્થાને વાતો ને અયોગ્ય વાતોથી, દાદ એમાં જો મળતી જાશે - વાત...
જે વાત ના સમજાશે, ખોટી બડાશ એમાં જો જ્યાં હંકારાશે - વાત...
નાની વાતને ચોળીને કરશો ના ચીકણી, હૈયેથી ના જો એ છૂટશે- વાત...
લાગે ના વળગે એવી વાતોમાં, ખોટા ને ખોટા રસ લેવાતો જાશે - વાત...
સારી ને સાચી વાતોને, જીવનમાં જો ખોટા અગ્રતા ક્રમ અપાશે - વાત...
ખોટી ને ખોટી વાતોને જીવનમાં, જ્યાં ખોટું મહત્ત્વ જો અપાશે - વાતો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)