થયા હતા ભેગા મારા આંગણિયામાં, મારા તનડાને સ્મશાને પહોંચાડવા
કંઈક જીવનમાં સાથ દેનારા હશે, કંઈક ટીકા કરનારા તો હશે એમાં
તૂટક છૂટક શબ્દો અથડાતા હતા કાને, અચરજમાં એ તો નાખી ગયા
લાચારીથી સૂતા સૂતા રહ્યો એ સાંભળી કોઈ શબ્દો, નવચેતના ના દઈ શક્યા
જિંદગીભર દીધી ગાળો જેણે મને, ફૂલો પ્રશંસાનાં, વેરી એ તો રહ્યા હતા
ઊંચકી મને ખભે સહુ ચાલ્યા, રામનામ સત્ય છેની વાતો તો કરતા કરતા
કંઈક મુખો પર હતો શોક છવાયો, કંઈક મુખ નિર્લેપતા સેવીને દુઃખી હતાં
મુજ તનડાને ચિતા પર ચડાવી, જલાવી રાખ થવાની મારી રાહ હતા જોતા
કંઈક વિરોધીઓ જોઈ રાહ, કર્યું અંકે રાખમાંથી પાછો ના ઊઠું એની એમાં
વીખરાયા તો સહુ ફરી પાછા, રામનામને પણ ચિતામાં જલાવી હતા એવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)