કરી કે ના કરી કદર કોઈએ જીવનમાં, તકલીફોએ બેદરકારીની કદર કરી
જીવનમાં જીવનને મળ્યો ના કરાર, બેદરકારી જીવનને કરારી ના આપી શકી
જીવનમાં હતો ના કોઈ તો રાગ, હતો કોઈ તો અનુરાગ, હતો ના તો કોઈ વેરાગ્ય
ના શબ્દો ને સૂરોના સમન્વયથી જન્મેલું, જીવન તો કોઈ સંગીત હતું
કર્યાં એકરાર જીવનમાં ઘણા બેદરકારીના, જીવનમાં પણ, એ કરારી ના દઈ શકી
ગોત્યાં કારણો જુદાં જુદાં બેદરકારીનાં, પરિણામો એના અટકાવી શકી
જીતવી હતી બેદરકારીને જીવનમાં, જીત ના એમાં એવી તો કાંઈ મળી
કદરદાની ને કદરદાનીના કેફમાં, જીવનમાં બેદરકારી ને બેદરકારી વધતી રહી
ઘર કરી ગયેલી બેદરકારી સામેના સંગ્રામમાં, હાર ને હાર મળતી રહી
હાર ને હારમાં જીવનમાં તો, તકલીફો ને તકલીફોની લંગાર તો ના અટકી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)