મને જ્યાં તલપ લાગી ગઈ, જગે મારા ઉપર મતલબીની મહોર મારી
ઊતર્યા ના કોઈ ઊંડા, ઊતર્યા ના કોઈ જીવનમાં, મારા હૈયાના ઊંડાણમાં
વગર વિચારે, રાહ જોયા વિના, જગે મતલબની તો મહોર મારી દીધી
કઈ કઈ તલપની તો વાતો કરું, હર તલપમાં તો જ્યાં હું તલસતો રહ્યો
તલપ હતી ના કાંઈ અંગ જીવનમાં મારું, જગ અંગ એને મારું સમજી બેઠી
હર તલપ ખેંચી રહી મને એની તરફ, તલપ વિના મને લાગ્યો હું અધૂરો
જાગી ના તલપ મળવાની પ્રભુને જીવનમાં, ના જીવનમાં હું એ જગાવી શક્યો
પ્યારની તલપ હતી હૈયામાં, ગોતી રહ્યો પ્યાર એમાં તો હું હર નજરમાં
પ્યાર ભૂલવા હૈયા ને હૈયામાં પ્યારની તલપ જાગી, રહી નજર પ્યાર ગોતવા
મને તલપ હતી મારા સુખચેનની, મારા જીવનમાં મેળવવા એ મથી રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)