તારા કયા હાથે કરશે જગમાં અમારું તું કામ, વ્હાલા ના એ તો કહેવાય
કરીશ જે હાથે જગમાં તું કામ રે, વ્હાલા એ તો તારા ને તારા હાથ તો કહેવાય
કરીશ જગમાં જ્યારે તું ભાગ્યના હાથે વ્હાલા, સમજવું એને મુશ્કેલ બની જાય
મા, બાપ, ભાઈ, ભગિનીના હાથે વરસાવે જગમાં જ્યાં વ્હાલ, ના જલદી એ તો દેખાય
કયા હાથેથી જગમાં તું લેશે, કયા હાથે દેશે તું જીવનમાં, વ્હાલા ના એ તો કહેવાય
વરસાવશે જગમાં તું કયા હાથે ને ક્યારે રે વ્હાલ, જીવનમાં ના એ તો સમજાય
વરસે આશિષ સદા તો જગ પર તો તારા, આપીશ કયા હાથે જગમાં ના એ કહેવાય
કદી કરે શિક્ષા જગમાં તું, કરશે તારો એ કયો હાથ જીવનમાં, ના એ કહી શકાય
ખવરાવશે જગમાં તું કોને કયા હાથે, એ તો કહેવું મુશ્કેલ બની જાય
પકડશે જગમાં તું કોને ને ક્યારે ને કયા હાથે, ના એ તો કાંઈ કહી શકાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)