કોઈ નાજુક પળમાં, જીવનમાં ભૂલો તો થઈ ગઈ એ થઈ ગઈ
પરિણામોએ જીવનમાં તો એમાં, શિખામણ તો દઈ દીધી, એ દઈ દીધી
વગર વિચાર્યે કર્યું ઘણું, પરિણામોની દહેશત દિલમાં તો ના હતી
અણધાર્યા ઘા માર્યા જીવને, ભૂલો એમાં તો થાતી રહી, એ થાતી રહી
સાચવી ના શક્યો જાતને જ્યાં, જીવનમાં તો ભૂલો એમાં તો થાતી રહી
કાબૂ વિનાના હતા મનના ઘોડા, જીવનને ભૂલો તરફ એ ખેંચી ગઈ
શીખ્યો ના કંઈ જ્યાં ભૂલોમાંથી, ભૂલો એમાં તો થાતી રહી, થાતી રહી
વર્ત્યો ના જ્યાં સમય સમજીને, સમય તો લપડાક આપી ગઈ, એ આપી ગઈ
ધારણા બહારની દોડ માંડી, જીવનમાં તો એ ભારે પડી ગઈ, ભારે પડી ગઈ
પળે પળે બદલાયા જ્યાં વિચાર, થાતી ગઈ ભૂલો, જ્યાં એ ઘસડી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)