તનિક તું નજદીક આવ, રહી રહી દૂર ના તું સતાવ
જગાવી આશા હૈયામાં, આવી નજદીક, પ્યાસ તું બુઝાવ
મોહમાયામાં તો છું લપેટાયો, હવે મને એમાંથી તું જગાવ
ભૂલીને ભૂલો હૈયેથી મારી, હવે મને તો ગળે તું લગાવ
તારા પ્યારનો તો છે તલસાટ હૈયે, હવે વધુ ના તલસાવ
કૃપાનિધિ કરુણા કરી, હૈયેથી હવે તો હેત તું વરસાવ
મુજ શ્વાસને તુજ નામથી ભરી, મુજ જીવન સંગીત સજાવ
કર્મમય જગતમાં કરું કર્મો, વિશુદ્ધ કર્મો હવે તો કરાવ
જુએ છે જગમાં હાલ તો તું મારા, ધામ કદી એને તારું બનાવ
દોડી દોડી આવું દ્વાર તારે, કદી દોડી મારા દ્વારે તો તું આવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)