નવા ને જૂના જમાનાની ભાંજગડ તો ચાલતી ને ચાલતી રહેશે
ના બંધ આંખ એમાં રખાશે, ના ખુલ્લી આંખે જોઈ શકાશે
દૃશ્યોને દૃશ્યો તાણતાં રહેશે, ઉત્પાત હૈયામાં તો એ મચાવશે
નવાનાં તેજ તો આંખને આંજશે, જૂનાનાં તેજ, હૈયું તો ઠારશે
નવા ને જૂનાનાં તેજ જ્યાં મળશે, નવી ભાત એ તો પાડશે
જૂના પર જ્યાં ધૂળ ખંખેરાશે, નવું બની એ તો ચમકી જાશે
જમાને જમાના બદલાતા જાશે, નવાજૂનાની ભાંજગડ તો ઊભી રહેશે
નવું નથી નવું રહેવાનું, જૂનું નથી જૂનું રહેવાનું, બંને તો બદલાતું જાશે
હરેક જમાનો ચાહે રોફ જમાવવો, ભાંજગડ એમાં તો થાતી રહેશે
ભાંજગડ ને ભાંજગડમાં જે પડયા રહેશે, આગળ ના એ વધી શકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)