કિસ્મતના હાથે, થતી માનવીની મરમ્મત, પ્રભુની કરામત વિના બીજું એ કાંઈ નથી
કરે છે ન્યાય પ્રભુ માનવીનાં કર્મોના, આહ આહ કે વાહ વાહ વિના બીજું કાંઈ નથી
મહેફિલ જમાવી માનવીએ કર્મોની, પ્રભુના ન્યાયની હિફાઝત વિના બીજું કાંઈ નથી
ચૂક્યા આપવા આદર પ્રભુના ન્યાયને, તકલીફની લિજ્જત વિના બીજું મળવાનું નથી
દુઃખોના દરિયામાં ન્હાયા વિના રહ્યો ના માનવી, પ્રભુની રહેમતની ચાહત વિના રહેતો નથી
હર યાદી પ્રભુની તો જગમાં છે અનોખી, દૃષ્ટિ જીવનની બદલાવ્યા વિના રહેતી નથી
કિસ્મતની સજાવટથી જીવન શોભી ઊઠે, પ્રભુની રહેમત વિના બીજું એ કાંઈ નથી
કર્મોની મિલાવટથી, કિસ્મત જગાવે તોફાન જીવનમાં, પ્રભુના ન્યાય વિના બીજું એમાં કાંઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)