મનમંદિરમાં પધરાવીને મૂર્તિ `મા' ની, પૂજા નિત્ય હું તો એની કરું
જીવનમાં આવતા સુખદુઃખમાં, નિત્ય એને એમાં એનાં સંભારણાં ગણું
ના દૂર કે ના પાસે, નિત્ય એને તો હું, સાથે ને સાથે તો ગણું
પળ આપી છે જગમાં તો માએ, સ્મરણ નિત્ય એનું હું તો કરું
જીવનની આફતોમાં સમતુલા ના ખોઉં, આધાર એમાં એને હું તો ગણું
જીવનમાં એનાં સ્મરણોનો પકડીને તાર, ભવસાગરમાં એમાં હું તો ફરું
રાતદિવસ જગમાં લેતી એ મારી સંભાળ, એના ઉપકાર કેમ ભૂલું
રાખ્યા જગમાં એણે તો જેવા, દીધું એણે તો જે પ્રસાદ એને તો ગણું
વિચાર ને કર્મો જ્યાં સોંપ્યાં એને, જગમાં નિશ્ચિંત બની હું ફરું
મા છે સત્ય, જીવન છે અસત્ય, સંગમ એનો મારામાં હું તો કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)