મારાં કર્મોએ ફળ મને દીધું, દગો ના દીધો, મારા મનડાએ, દગો મને દીધો
રોઈ રોઈ જીવન વિતાવ્યું, શ્વાસ જીવનમાં મારો, હેઠે બેસવા ના દીધો
હસતા ખેલતા રહેવું હતું જીવનમાં, રહી ના શક્યો, કર્મોએ મારગ જ્યાં બદલ્યો
જીતની લઈ ઉમ્મીદો જીવનમાં ઝઝૂમ્યો, હારના કિનારે મને તો પહોંચાડયો
સુખના સાગરમાં ન્હાવું હતું જીવનમાં, કર્મોએ દુઃખના સાગરમાં મને નવરાવ્યો
ભરી આશાઓ, વધ્યો મંઝિલ તરફ આગળ, મનડાએ ના ત્યાં તો પહોંચવા દીધો
દારૂ જેમ લથડિયાં ખવડાવે, મનડાએ જીવનમાં મને, લથડિયાં ખાતો કર્યો
બેઠો ના એ ઠરીઠામ ક્યાંય થઈને, મને અજંપા વિનાના અજંપામાં ડુબાડયો
મનડાના ઘોડાને જ્યાં ના નાથી શક્યો, રથને એ જ્યાં ને ત્યાં તો ખેંચી ગયો
મનડું રહ્યું કર્મો તો કરાવતું, ભોગવવા ફળ એના, હૈયાને આગળ એ ધરતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)