વાત જલદી શરૂ થાય નહીં, સાંભળો મારી વાત મોંથી બહાર આવે નહીં
સુખદુઃખની થાય ભલે શરૂઆત, બડાશમાં અટક્યા વિના એ રહે નહીં
હોય ભલે સાદી વાત `મેં' નું પુનરાવર્તન, એમાં થયા વિના એ થાય નહીં
મૂંઝવણની કે બહાદુરીની હોય ભલે એ વાત, `મેં' વિના એ તો થાય નહીં
હોય વાતના તાંતણા જો ઝાઝા, મેળ એમાં તો કોઈનો તો ખાય નહીં
થાય ભલે શરૂ અને શરૂઆતથી, વચ્ચે વચ્ચે એ ફંટાયા વિના રહે નહીં
ત્રુટક ત્રુટક વાતના તાર જોડાયા નહીં, ત્યાં એ વાત જલદી તો સમજાય નહીં
ફંટાય જ્યાં વાત બીજે, મહત્ત્વની વાત એમાં રહી ગયા વિના તો રહે નહીં
ફાવટ આવે તો કોઈને તો વાત કહેવાની, વાત એ જકડવા વિના રહે નહીં
લાગે કદી ખૂટશે નહીં, વાત જલદી તો જ્યાં એ તો પૂરી થાય નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)