કંઈક અરમાનો જીવનના, હૈયાની કબરમાં તો છે દટાયા
લઈ રહ્યા છે ગાઢ નિદ્રા એ, નથી એમાંથી એને જગાડવા
જાગશે એમાંથી કવેળા, જરૂર ઉત્પાત એ તો મચાવવાના
કરી ના શક્યો સ્વાગત અરમાનોના, કબરમાં છે એ દટાયા
હરેક નિસાસા એના, રહ્યા છે રોકી દ્વાર, પ્રગતિના તો તારા
કોઈ સુમન વિચારોની પરાગ, જાશે પહોંચી ખલેલ પહોંચાડવાના
થયા ના જીવનમાં જ્યાં એ પૂરા, હૈયાની કબરમાં છે એ સૂતા
મૂકદ્દરમાં હતા ના થવાને પૂરા, નિસાસા લેતા લેતા એ સૂતા
હરેક અરમાનોના અંદાજ હતા જુદા, થયા ના પૂરા, કબરમાં એ સૂતા
વિચાર સુમનના પરાગો જગાડશો ના એને, ભલે નિદ્રા એ લેતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)