ખાધી જીવનમાં વડીલોની ટપલીઓ, ટપલીઓ તો અનેક વાર
જગના નાથ, મારજો ટપલી અમને એકવાર કે અનેક વાર
ખાઈ ખાઈ જગની ટપલીઓ સુધર્યા નથી, મારજો ટપલી તમે એક વાર
ટપલીએ ટપલીએ આવે જ્ઞાન, એવી ટપલી મારજો તમે એક વાર
ખાવી પડી ટપલીઓ તો જગની, કરતા રહ્યા ભૂલો જગમાં અનેક વાર
ખાઈ ખાઈ તો ટપલીઓ અનેક વાર, થઈ જાશું પાકા તો એક વાર
જગ ઉપાધિઓ ઘેરી લે છે એવી, ભુલાઈ જાય ટપલીઓ તો કંઈક વાર
ખાવો પડે જગમાં તો મોટો માર, સુધરીએ નહીં, ખાઈ ટપલીઓ અનેક વાર
હળવી કે ભારી, ટપલીઓ એ તો ટપલીઓ, ભલે ખાવી પડી હોય એક વાર
રાહ ના જોશો નાથ, મારવા ટપલીઓ, મારવી પડે ભલે અનેકવાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)