હજારો મંત્રો જે કામ કરે નહીં, ઊંડા હૈયેથી નીકળેલી દુઆ કામ એ પૂરું કરે
દુઃખિયાની આંતરડી ઠારવા જેવું પુણ્ય, જગમાં તો બીજું નહીં મળે
મૂંઝાયેલા મનના માનવીનો બનજો સહારો, એના જેવું પુણ્ય બીજું નહીં મળે
પ્રેમ તો છે અમોઘ દવા, આવશે ના જગમાં બીજું એની કાંઈ તોલે
દુઃખદર્દના નિસાસા લાગ્યા જેને, દ્વાર પ્રગતિનાં, એના એ તો રોકે
હર હાલમાં ખુશ રહે જે જીવનમાં, જીવનમાં દુઃખ તો એને ક્યાંથી સતાવે
દુઃખિયાથી આંખ તો જે ચુરાવે, પ્રભુ તો આંખ એનાથી તો ચુરાવે
અણી વખતે કરેલી મદદ તો જીવનમાં, સદાયે તો યાદ આવે
જાણવા છતાં કરે જગમાં તો સહુ ચિંતા, ચિંતા સહુની તો પ્રભુ કરે
ડૂબ્યા વિના પણ જીવનમાં જે ડૂસકાં ભરે, જીવનમાં એ શું કરી શકે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)