પેટછૂટી વાત પ્રભુ તને કરવા દે, પેટછૂટી વાત પ્રભુ તને કરવા દે
તારા લાખો ચાહનારાઓમાં, એક મારી પણ ગણના એમાં થાવા દે
તારી કૃપાની લાખો દાદ ચાહનારાઓમાં, એક મારી ભી ગણના થાવા દે
તારી નજરની લાખો ઝલક માંગનારાઓમાં, એક મારી ભી ગણના તું કરજે
ભર્યાં તેં લાખોના ખાલી પ્યાલા તારી કૃપાથી, એક મારો પ્યાલો ભી તું ભરજે
જગમાં ડૂબ્યા લાખો તારા ભાવોમાં, મને પણ તારા ભાવોમાં તો તું ડૂબવા દે
કરુણાનાં કિરણો વરસાવ્યાં લાખો પર જગમાં તેં, એક કિરણ મને ભી ઝીલવા દે
કરી લાખોની ઇચ્છા પૂરી તેં જગમાં, તારાં દર્શનની ઇચ્છા મારી પૂરી તો થાવા દે
સમાવ્યા લાખોને તેં તો તારા હૈયામાં, આજ તારા હૈયામાં મને પણ સમાવા દે
લાખોને પાયા પ્રેમનાં બિંદુ તેં તો જીવનમાં, તારા પ્રેમનો તરસ્યો મને ના રહેવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)