બની ગયાં નયનો તો જ્યાં, આંસુઓના તો આધાર
દિલ રહ્યું ના બાકી એમાં, બની ગયું એ દર્દનો આધાર
સમજદારી ખૂટી જીવનમાં જ્યાં, બની એ મુસીબતોનો આધાર
ઇચ્છાઓ ને આશાઓ જીવનમાં, બની ગયા કર્મોના આધાર
આધાર પર આધારિત ચાલ્યું જીવનમાં, લઈ એકબીજાનો આધાર
ગોત્યાં કારણો જીવનમાં, મળ્યા એને કોઈ ને કોઈ તો આધાર
શ્વાસ ટક્યા તનના આધારે, તન ટક્યું લઈને કર્મોનો આધાર
સત્ય ટક્યું તો છે જગમાં, લઈને સ્વયંનો તો આધાર
આધાર ને આધાર પર આધારિત, આ સૃષ્ટિને છે પ્રભુનો આધાર
બંધાયા સંબંધો જે આધારે, ટકશે લઈને એનો તો આધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)