સમયની કિંમત જગમાં તો જેણે ના જાણી
રઝળતી વીતી જાશે જગમાં એની જિંદગાની
લાગે ક્યારેક એવી ભારી, શકશું કેમ એને તાણી
જવાની તો છે ભાગ એનો, નથી કાંઈ એ પૂરી કહાની
રહી સમયના બંધનમાં, શકશે બંધન એનાં જે તોડી
શકશે જીવનમાં જગમાં, મુક્તિ એ તો મેળવી
જીવશે જીવનમાં સમય સાધી, રહેશે દૂર એનાથી ઉપાધિ
સમયની પાર નજર ના દોડી, રહેશે સૃષ્ટિ બીજી અજાણી
સમયમાં કામ ના જે પતાવે, રહેશે હાથ એના ખાલી
જગ સંપત્તિ મળશે પાછી, ના મળશે સમયની સંપત્તિ પાછી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)