કર્યું શું, કર્યું શું, વિચાર ના એ, જીવનમાં એ તો સતાવશે
નથી પાટી જીવનની તારી તો કોરી, લખ્યું તેં જે એ તો વંચાશે
કિસ્સા જીવનના તો તારા, જગમાં કહાની એની તો કહેવા લાગશે
કદી સૂતેલા શ્વાસને જગાવશે, કદી મીઠી યાદોની સૂરાવલિ સર્જી જાશે
કદી શાણપણનું તો સિંચન જીવનમાં, એ તો કરી તો જાશે
કદી સપનાના સર્જેલા મહેલોને, ખંડિત એ તો કરી જાશે
કદી નેત્રોમાં આંસુ ઊભરાશે, કદી મુક્ત હાસ્ય એ વેરી જાશે
વાસ્તવિકતાના પીણાનું પાણી પાશે, ભૂમિકા જીવનની બદલાઈ જાશે
રણકાર ઊઠશે એના ઊંડા, જીવન તો એ બધું ભુલાવી જાશે
સમજાશે ના એની તો મસ્ત સતામણી, ક્યાં સુધી એ ચાલશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)