અરે દિલડા રે, એવી કઈ ઠેસ દિલને લાગી, તારા દિલને ગઈ એ હચમચાવી
કોના પ્રેમનું કિરણ ગયું એ તો પામી, તારા દિલની દુનિયા દઈ એ બદલાવી
કોના સંગની ઇચ્છા તો એને જાગી, ગયું જગની બધી ઇચ્છા તો એ ત્યાગી
કામવાસનામાં ઘૂમતા મનને ને દિલને, કોઈ ચરણમાં ગઈ શાંતિ તો બધી
ચારે દિશાઓમાં ઘૂમતા તારા મનડાને, નજર કોની ગઈ એને બદલાવી
મનડું ઘૂમ્યું દિલડાને લઈને તો જ્યાં ને ત્યાં, કોણ ગયું એને તો અટકાવી
કોની નજરની નજર જીવનમાં તને લાગી, દિલડું તારું તો એ હચમચાવી
થયું ના થયું બધું ધાર્યું જીવનમાં, શાને ખોટું બેઠો એમાં તો લગાડી
ઉમંગ ને ઉમંગમાં રહેવા જીવનમાં, શાને કોશિશો બધી દીધી તેં અટકાવી
રહેજે સદા તું ઉમંગમાં ને ઉમંગમાં, દેજે ગમ બધો દિલથી તો કાઢી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)