જાવું ના હતું જીવનમાં તો જ્યાં, પહોંચી ગયો ત્યાં, કાઢ તારી વર્તણૂકનો વાંક
સંજોગે સંજોગે, સર્જાયા સંજોગો, બનાવી ગયા જીવનમાં તને એમાં તો રાંક
રહ્યા ના સંજોગો જ્યાં હાથમાં, કાઢીશ હવે તું જીવનમાં, વધુ કેટલા વાંધા
સાંધીશ તો જગમાં, ક્ષીણ થયેલા, તારા જીવનના તો તું કેટલા રે સાંધા
ઇચ્છાઓ ને ઇચ્છાઓ તો રહ્યો વધારી, તાણી રહી જીવન ને તો એ ઇચ્છા
વધારતા તો વધતી તો ગઈ, જાગતી ને જાગતી ગઈ, એમાં તો વધુ તૃષ્ણા
દિનપ્રતિદિન ગઈ એ વધતી ને વધતી, જીવનમાં તો જીવનની તો માયા
દઈ ના શકી સાથ તો જીવનમાં, જ્યાં ક્ષીણ થાતી ગઈ જીવનમાં જ્યાં કાયા
પ્હોંચ્યું તો ના જીવનમાં તો જ્યાં, કાઢતો ને કાઢતો રહ્યો ત્યાં અન્યના વાંક
આવ્યું ના હાથમાં તો એમાં કાંઈ, બનાવી દીધા જીવનમાં એણે તો રાંક
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)