સતાવે છે, મારાં વિચારો ને વર્તન, જીવનમાં તો સતાવે છે
રડાવે છે, કરેલાં મારાં કર્મો તો, જીવનમાં મને રડાવે છે
દઝાડે છે, ખોટી ઇચ્છાઓ તો, જીવનમાં ખૂબ દઝાડે છે
બનાવે છે, ખોટી આશાઓ તો, જીવનમાં ખૂબ બનાવે છે
બતાવે છે, ખોટી કલ્પનાઓ તો, દિવસના તારા બતાવે છે
પડાવે છે, કુકર્મો તો જીવનમાં, ચીસો તો પડાવે છે
રમાડે છે, વૃત્તિઓ આપણી જીવનમાં, આપણને તો રમાડે છે
લગાડે છે, અસંતોષ વધતા જીવનમાં, આગ એ તો લગાડે છે
ધરાવે છે, સત્ય સદાય જીવનમાં, તાકાત એ તો ધરાવે છે
અપાવે છે, સત્કર્મો જીવનમાં સદાયે, શાંતિ એ તો અપાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)