મળવા ના દીધો એણે તો તને તારાથી, અપનાવ્યા જીવનમાં તેં તો જેને
સમજવા ના દીધો એણે તને તો તને, ઘેરી લીધો જ્યાં એણે તો તને
મુક્તિમાં મહાલવા ના દીધો એણે તો તને, બાંધી લીધો જ્યાં એણે તો તને
પ્રભુને ના પૂજવા દીધો એણે તો તને, જકડી લીધો જ્યાં એણે તો તને
વિચારવા ના દીધો જગમાં એણે તો તને, પકડી રાખ્યો જ્યાં એણે તો તને
ચાલવા ના દીધો જગમાં એણે તો તને, પકડી રાખ્યો જ્યાં એણે તો તને
અપનાવવા ના જગમાં દીધો એણે તો તને, સંકુચિત બનાવી દીધો એણે તો તને
સુખમાં ના રહેવા દીધો એણે તો તને, દુઃખ ભૂલવા ના દીધો એણે તો તને
સંબંધો ના સાચવવા દીધા એણે તો તને, ખેંચી રાખ્યો જ્યાં એણે તો તને
અવગુણમાંથી ના બહાર આવવા દીધો તો તને, કેદી બનાવી દીધા એમાં તો તને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)