અનેક વાતો ને અનેક વિચારો, કર્યાં છે મને ભેગા, તાણી રહ્યા છે મને એ એમાં
કહી ના શકશો તાણશે ક્યારે, કયો વિચાર કે વાત જીવનને તો એમાં
પડયાં છે અનેક બીજો તો એના તો મનમાં, કયું તાણશે ક્યારે નાખેશે એ આશ્ચર્યમાં
વિશાળ એનું છે એવું તો સંગ્રહાલય, ના કહેવાશે મળશે તો શું શું એમાં
અનેક જનમોથી રહ્યું છે સંઘરતું, થાક્યું નથી તોય એ તો સંઘરવામાં
સંઘરી સંઘરી ઘણું ઘણું એવું, રહ્યું છે પડતું જીવનમાં એ તો મુશ્કેલીમાં
ખબર નથી ખુદને છે શું શું સંઘર્યું, એમાં લઈ આવ્યો છે સાથે જગમાં
એક એક બીજમાંથી એના રહ્યા છે અંકુર તો ફૂટતા, છે અંકુરો અનેક સંખ્યામાં
લઈ લઈ એ બધો વારસો, આવ્યો છે તું જીવ તો આ જગમાં
કંઈક અંકુરોએ કરી પીડા ઊભી, રહ્યું છે એ ફરતું ને ફરતું જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)