વિચારધારાને જીવનમાં એવી તો કઈ ઠેસ લાગી ગઈ
મનમાં ને મનમાં એ તો, મૂંઝવણ ઊભી કરી ગઈ
વર્તનને જીવનમાં, એવી તો કઈ લગામ લાગી ગઈ
એવી તો કઈ ચિંતા હૈયામાં, જીવનમાં તો જાગી ગઈ
ગણતરીમાં જીવનમાં એવી તો, કઈ ગંભીર ભૂલ થઈ ગઈ
વાત વાતમાં મુખમાંથી તો, એવી કઈ વાત નીકળી ગઈ
જીવનમાં ક્યાં અને એવા કયા વિવેકમાં તો ભૂલ થઈ ગઈ
જીવનમાં કયા વિશ્વાસને વિશ્વાસઘાત તો ઠેસ પહોંચાડી ગઈ
જીવનમાં એવી તો કઈ વાત, સારી રીતે ના સમજાઈ ગઈ
દુઃખદર્દમાં જીવનમાં એવી તો, કઈ ને કેવી ગંભીરતા ઊભી થઈ
સુખદુઃખની સમતુલામાં જીવનમાં, કઈ વિક્ષેપ તો નાખી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)